ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજીત ખારાપાટ વણકર સમાજનો 23મો સમુહ લગ્નોત્સવ ધામધૂમથી જનસેવા હોસ્પિટલ,ફુલકી મુકામે યોજાયો હતો. આ સમુહલગ્નોત્વમાં ખારાપાટ વણકર સમાજના 35 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.જેમાં સમાજ તરફથી નવદંપતી જોડકાને સોના, ચાંદીના દાગીના અને 118 જેટલી ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી.આ સમુહ લગ્નોત્સવમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, દસાડા જગ્યાના મહંત ભાણદાસબાપુ, બેચરાજીના ધારાસભ્ય સુખાજીભાઈ ઠાકોર દસાડા લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર, માણસાના ધારાસભ્ય, જયેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, જનસેવા હોસ્પિટલના ડો.પંકજભાઈ પટેલ, વિપુલભાઈ મેરાણી, ખેંગારભાઈ અને નયનાબેન પરમાર, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ ધવલભાઈ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઈ પરીખ સહિતના રાજકીય અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખારાપાટ વણકર સમાજનો 23મો સમુહલગ્નોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.આ સમુહલગ્નોત્વમાં ખારાપાટ વણકર સમાજના 35 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં હતા. જેમાં સમાજ તરફથી નવદંપતિ જોડકાને 118 જેટલી ચીજવસ્તુઓ જેમાં સોના, ચાંદીના દાગીના અને પુરતદાન તિજોરી, સેટી પલંગ અને અન્ય ઘરવખરીનો કરીયાવર આપવામા આવ્યો હતો. આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવામા ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ નથાભાઈ પરમાર, મહામંત્રી શૈલૈશભાઈ સોલંકી, ચેરમેન સી.એમ.રાઠોડ અને સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જગદીશભાઈ રણોદરા, વી.એચ.મકવાણા અને કિશોરભાઈ વાઘેલાએ કર્યુ હતુ.