બનાસકાંઠા ના ડીસા માં આ જે ખાણ ખનીજ વિભાગે અલગ અલગ બે જગ્યાએ ટીમો બનાવી રેડ કરી હતી, અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 6 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી ખનીજ માફિયાઓ સક્રિય થયા છે, જે અંગેની ફરિયાદો મળતા જ આજે ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર જય પટેલ, સર્વેયર દિગ્વિજયસિંહ અને માઇન સુપરવાઈઝર જે. ડી. પટેલ સહિતના અધિકારીઓ ની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી..
બંને ટીમે ડીસા તાલુકા ના નાની આખોલ અને માલગઢ ગામે પહોંચી ઓચિંતા દરોડા પાડ્યા હતા..
જેમાં સાદી માટી ની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા છ ડમ્પર અને એક હિટાચી મશીન મળી આવ્યા હતા..
રોયલ્ટી ભર્યા વગર સરકારી તિજોરી ને નુકસાન કરી રેતીની હેરાફેરી કરતા છ ડમ્પર અને એક હિટાચી મશીન સહિત કુલ 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો..
ખાણ ખનીજ વિભાગે આ તમામ વાહનો જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ ને સોંપ્યા હતા..
જ્યારે ડમ્પર અને હિટાચી મશીન ના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી હતી..