પોરબંદર નગરપાલીકા દ્વારા આગળવાડી તેમજ નગરપાલીકા વર્ક શોપ ગેરેજ આસપાસ સફાઇ ઝુંબેશ
જાહેરમા કચરો નાખનાર ઉપર થશે દંડનીય કાર્યવાહી, નોટિશ બોર્ડ લગાવાયું
પોરબંદર નગરપાલીકા દ્વારા આગળવાડી તેમજ નગરપાલીકા વર્ક શોપ ગેરેજ આસપાસ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેરમા કચરો નાખનાર ઉપર થશે દંડનીય કાર્યવાહી, તે અંગે નોટિશ બોર્ડ લગાવાયું છે.
પોરબંદર નગરપાલીકાની માલિકીની જગ્યા નગરપાલીકા વર્કશોપ ગેરેજ અને નાના બાળકો અભ્યાસ કરતા આગળવાડી આસપાસ જાહેરમા કચરો નાખી ગંદકી ફેલાવાઈ હતી. જેના લીઘે આગળવાડીના બાળકોના આરોગ્ય ઉપર સીઘી અસર પડી રહી હોવા અંગે સામાજીક કાર્યકર ઇસ્માઇલખાન શેરવાની દ્રારા નગરપાલીકા વહીવટદાર અધિકારીને આવેદનપત્રથી ધ્યાન દોરવામા આવ્યુ હતુ. જેથી નગરપાલીકા વહીવટદાર તંત્ર દ્રારા ગણતરીની કલાકોમાં સફાઇ ઝુંબેશ યોજવામાં આવી છે. પોરબંદર શહેર ઇન્ચાજ હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકી, સુપરવાઇઝર અજયભાઇ પુનાણી, સુપરવાઇઝર ભરતભાઇ ઝાલા સહિત ૧૫ જેટલા સફાઇ કર્મચારીઓની ટીમ દ્વારા સફાઈ કાર્ય થઈ રહ્યું છે. અને જેસીબી મશીન, ટ્રેક્ટર સહીત મોકલી ૩ જેટલા કચરાના ટ્રેક્ટરનો નિકાલ કરાયો છે. તેમજ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.