પૃથ્વિ પર રહેતા માનવમાત્રને સંસ્કૃતિ, કલા ઉત્સવ, ખેલકુલ અને રમત-ગમત દ્વારા ઉત્સાહ, નવીન ઉર્જા પ્રાપ્ત થાય છે. જેનાથી માનસીક અને શારીરક લાભો થાય છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રમત-ગમતની પ્રવૃત્તિઓમાં રોકેટ ગતીએ આગળ વધી રહ્યો છે.

સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રોત્સાહનો ઉત્સાહી રમત વીરોને અપાઈ રહ્યાં છે. ત્યારે ધ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ-ગુજરાત (TAFTYGAS) દ્વારા આયોજિત ઓપન ગુજરાત નાઈટ એથલેટીક ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોકુલધામ-નારનાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધારેલ છે.

ગોકુલધામનાં 4 વિદ્યાર્થી રોનક સુદામા પાટીદાર, ધ્રુવ જીગ્નેશ પટેલ, સુજલ શાંતિલાલ પાટીદાર અને મીત રાકેશ પાટીદાર ગુજરાત કક્ષાએ અંડર-17માં 100 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીતેલ છે તેમજ મીત રાકેશ પાટીદારે ગુજરાત કક્ષાએ અંડર-17માં 200 મીટર દોડમાં દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીતેલ છે. તેમજ શાળા કોચ પિંકલ સર બેસ્ટ કોચ તરીકેનો એવોર્ડ જીતીને શાળાનું તેમજ ગોકુલધામ-નાર નું ગૌરવ વધારેલ છે.