મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી એક બેને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે તેમના પતિ દારૂ પીને આવીને હેરાન કરે છે અને રોજ મારપીટ કરે છે તેથી મદદની જરૂર છે

ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી પીડીતાબેન નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમણે લવ મેરેજ કરેલા છે લવ મેરેજ કર્યા નો સમયગાળો 10 વર્ષ જેવું થયેલો છે તેમના બે બાળકો છે તેમના બધી રોજ નશો કરીને આવે છે અને બેન સાથે મારપીટ કરે છે પીડીતાબેન એ લવ મેરેજ કરેલું હોવાથી તેમની સાથે પૂછપરછ કરેલ કે તેઓને તેમના માતા પિતા પિયર પક્ષ બોલાવે છે કે નહીં તો પીડીતાબેન ને જણાવેલ કે હા હું મારા પિયરમાં જવું છું મારા માતા-પિતા છે પરંતુ ભાઈ નથી તેમજ પીરિતાબેન જણાવતા હતા કે મારે હાલ કોઈ

કાર્યવાહી કરવી નથી તમે મને મારા પિયરે મૂકી દો ત્યારબાદ તે બેનના પતિ સાથે વાતચીત કરી અને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેમના પતિ પીધેલી હાલત નશાની હાલતમાં હોવાના કારણે તે કંઈ પણ સમજવા તૈયાર ન હતા બેનના સાસુ સાથે વાતચીત કરી તેમને સમજાવ્યા તેમને પણ તેમના પુત્રને સમજાવવા માટે કહ્યું અને બેન પિયરમાં જવાનું કહેતા હોવાથી તેમને તેમના પિયરમાં લઈને ગયા પરંતુ ત્યાં તેમના માતા પિતા અને કુટુંબના વ્યક્તિઓ તેમને રાખવાની ના પાડેલ તેમના માતા પિતા જણાવતા હતા કે તેમની પુત્રીએ લવ મેરેજ કર્યા પછી દસ વર્ષમાં એક જ વાર પિયરમાં આવેલા છે અને અમે જ્યારથી તેણીએ લવ મેરેજ કર્યા છે ત્યારથી અમે પિયર પક્ષ તેને બોલાવતા નથી તેમ તેઓ જણાવતા હતા ત્યારબાદ પીડિતાબેન ને સમજાવ્યા તેમને કાયદાકીય માહિતી આપી તેમજ 181અને મહિલા પોલીસ સ્ટેશનની પણ માહિતી આપી અને બેનને પિયર પક્ષ પણ રાખવા તૈયાર ન હતા અને પતિ માર્કેટ કરતા હોવાથી સુરક્ષિત જગ્યાએ આશ્રય અપાવેલ છે અને ફરીથી જરૂર પડે તો 181 ની મદદ લેવા જણાવેલ