ઘાંટવડ ગામે ફરી એકવાર નવા દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે થોડા સમય પહેલાં સગદડ સીમ વિસ્તાર માં વૃદ્ધાને ફાડી ખાધી હતી ત્યારે હજુ એ ભૂલાણું નથી તો આજે બીજો કિસ્સો ઘાટવડ માં સામે આવ્યો છે કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામ માં રહેતા દરબાર સમાજ ની મહીલા ઉપર માનવ ભક્ષી આદમ ખોર દીપડા એ હુમલો કરી મહીલા મે મોત ને ઘાટ ઉતારી દેવામાં આવી હતી
કોડીનારના ઘાટવડ ગામે મહિલા પર દીપડાનો હુમલો મહિલા પોતાના ઢોરવાસીયા માં માલ ઢોરને ઘાસચારો નાખતા હતા ત્યારે દીપડાએ અચાનક જ પાછળથી કર્યો જાન લેવા હુમલો કરવાના આવ્યો હતો ઘાટવડ ગામના મહિલા કૈલાષબા અભેસિંગભાઈ મકવાણા (ઉ.વ.48) ને ડોકના ભાગેથી દીપડાએ ઝડપી લેતા ગંભીર રીતે ઘાયલ અતિ ગંભીર રીતે ઘાયલ મહિલાને 108 દ્વારા કોડીનારની આર.એન. વાળા હોસ્પિટલે ખસેડાયાં સઘન સારવાર શરૂ થાય તે પહેલા જ મહિલાએ દમ તોડ્યો મહિલાની ડેડ બોડીને કોડીનાર સરકારી હોસ્પિટલે પી.એમ.અર્થે ખસેડાઇ હતી ઘાંટવડ ગામે શોક સાથે લોકો માં રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય એ છે અગાઉ પણ વૃદ્ધ મહિલા ને દીપડા દ્વારા ફાડી ખાધી મોત ને ઘાટ ઉતારી દેવામાં આવી હતી કોડીનાર તાલુકાના સરપંચ સંઘ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા કે આ વિસ્તારમાંથી આવા માનવ ભક્ષી દીપડાઓનું ખસીકરણ થાય પણ આજ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું અને આવું ને આવું જો બનતું રહેશે તો આ વાડી વિસ્તારમાં રહેતા લોકો એને શું રસ્તો લેવો અથવા તો શું તેને હિજરત કરવી એવા લોક મુખ્ય પ્રશ્નો ઉઠી રહ્યા છે અગાઉ પણ ઘાટવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એ જણાવ્યું હતું કે આનો નિકાલ નહિ આવે તો અમે આખું ગામ આંદોલન ઉપર બેસી જાશું પણ આનું કોઈ જાતનું રિઝલ્ટ આવ્યું ન હતું હાલ સ્થતિ પ્રમાણે મરણ પામેલ મહિલાની ઘરે સેકડો લોકો ટોળેટોળા ભેગા થઈ જમાં થય ગયા હતા લોકોનું કહેવું એવું છે કે હવે દીપડાનું ખસીકરણ થાય તે જ ઉપાય છે