ભીલડી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરી ને દંડ ફટકાર્યો. 

ડીસા તાલુકાના ભીલડી માં આરોગ્ય વિભાગ દ્વારા ભીલડી બજારમાં અખાદ્ય ચીજ વસ્તુઓના વેચાણ, સ્વરછતા ને લઈન બે અલગ અલગ ટીમ બનાવી બજારમાં આવેલી ફરસાણની દુકાનો,નાસ્તાની લારીઓ,ઠંડા પીણાંના પાર્લરો તેમજ કેરીઓ ના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આરોગ્યલક્ષી ચકાસણી કરી નોટિસ તેમજ દંડ ફટકારી કાર્યવાહી કરી હતી. ભીલડી ખાતે આવેલા બજારના અલગ અલગ વિસ્તારમાં બે ટીમો બનાવી ખુલ્લામાં વેચતા ફરસાણ તળવા માટે થતાં એક જ તેલના વારંવાર ઉપયોગ પકોડીની લારીઓ પર સડેલા બટાકા કાર્બેટ થી પકડેલી કેરીઓ હોટેલો એક્સપાયરીડેટ થયેલા ઠંડા પીણા અને ફરસાણના પેકિંગ તેમજ હાથમાં મોજા પહેરવા સ્વરછતાને લઇ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ક્ષતિ જણાતા એકમોને નોટિસ આપી કુલ રૂપિયા ૨૯૭૦૦ નો દંડ તેમજ NTCP ૨૯૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરી તાલુકા ટી.એચ.ઓ ડૉ.પી.એમ.ચૌધરી અને લોરવાડા મેડિકલ ઓફિસર ડૉ નિસર્ગ જોશી ના માર્ગદર્શન હેઠળ તાલુકા ના સુપરવાઈઝર આરોગ્ય ના કર્મચારી સાથે સરપંચ, તલાટી અને પોલીસ સાથે કામગીરી કરાઈ હતી આરોગ્ય વિભાગની બે ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો..