હાલ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર શ્રવાણ માસ ચાલી રહ્યો છે અને એક બાદ એક તહેવારોની ભરમાર લાગી છે આ તહેવારમાં ફરસાણનો અનેરો મહત્વ રહેલો છે અને ફરાળી ખૂબ જ ધૂમ વેચાણ જોવા મળી રહ્યો છે પરંતુ કેટલાક ફરસાણના દુકાનદારો આ તકનો લાભ લઇ વાસી તેલમાં તળી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા છે
શ્રાવણ મહિનામાં ફરસાણનું ધૂમ વેચાણ થતો હોય છે અને લોકો ઉપવાસમાં મોટાભાગે ફરાળી આરોગતા હોય છે.

પરંતુ કેટલાક વેપારીઓ સ્વછતાનું અભાવ રાખી ગંદા તેલમાં ફરસાણ તળતા હોય છે જેને લઇ તેની ગંભીર અસર લોકોના સ્વાસ્થય પર જોવા મળી રહી છે વેપારીઓ વધુ પૌસાના કમાવવાની લહ્યામાં ગંદા તેલમાં ભજીયા તેમજ ફરસાણ તળી મોઘા ભાવે વેચી રહ્યા છે અને શ્રાવણમાસમાં મીઠાઇ તેમજ ફરસાણ તળી ઝેર સમાન લોકોને આપી રહ્યા છે

કોઇ પણ વાનગી તેલમાં બે થી ત્રણ તળી શકાય ત્યારબાદ વધારે વખતે એ જ તેલમાં તળવાથી ઝેર બની જાય છે જેની સીધી અસર લોકોના સ્વાસ્થય થતા માદા પડવાની ફરિયાદો ઉઠી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવાર-નવાર બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓનો નાશ કરી તવાઇ બોલવતા હોય છે