ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે ધાનેરા જુમ્મા મસ્જિદના શહેર કાજી મૌલાના બિલાલસાબની આગેવાની હેઠળ રમજાન ઈદની નમાઝ પઢવામાં આવી હતી,જેમા હજજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી સમગ્ર દેશમાં ભાઈચારો, એકતા,અખંડિતતા, અમન અને શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાસે દુવા કરી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી.વધુમાં ધાનેરા જુમ્મા મસ્જિદના શહેર કાજી મૌલાના બિલાલસાબે જણાવ્યું હતું કે,રમજાન ઈદનો તહેવાર સમગ્ર દેશમાં એકતા,શાંતી, અમન અને ભાઈચારાનો પૈગામ આપે છે જે આજના દિવસે હિન્દુભાઈઓને મળીને ઈદની ખુશીમાં સામેલ કરવાનો દિવસ છે.

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

 જયારે ધાનેરાના વેપારીવાસમા આવેલ સુન્ની અસગરી મસ્જિદમા પણ મસ્જિદના મૌલાના ની આગેવાની હેઠળ હજજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી.સુન્ની અસગરી મસ્જિદના મૌલાનાએ જણાવ્યું હતું કે, ઈદનો તહેવાર દેશમાં અમન, શાંતિ, ભાઈચારો, એકતા તેમજ એકબીજા સાથેના ભેદભાવ ભુલીને તમામ ધર્મના લોકોમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવો સંદેશ આપે છે અને દરેક ધર્મના લોકોમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહ પાસે દુવા કરીએ છીએ. આજે ઈદના તહેવાર નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશનના પી.આઈશ્રી એ.ટી.પટેલ દ્વારા ખુબજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.