પાવીજેતપુર મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહમાં નમાજ અદા કરી ઈદ ની ઉત્સાહ સાથે કરેલી ઉજવણી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

             પાવીજેતપુર મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહમાં નમાજ અદા કરી ખુદાની બંદગી કરી ઉત્સાહ ઉમંગ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. 

             પાવીજેતપુર મુસ્લિમ બિરાદરો દ્વારા એક માસના રમજાનના રોજા રાખી ખુદાની બંદગી કરી ઈદની નમાજ ઇદગાહમાં અદા કરી ઉત્સાહ ઉમંગ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ સવારે સૂર્યોદય પહેલા ફજર ની નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરો એકબીજાના ઘરે જઈ ઈદની મુબારક બાદ આપી, દૂધ પુરીની નિયાઝ ગ્રહણ કરી ઉત્સાહ ઉમંગ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. 

            પાવીજેતપુર બજાર ની મસ્જિદમાં તેમજ પાવીજેતપુર ઇદગાહમાં અલગ અલગ સમયે ઈદની નમાજ પઢવામાં આવી હતી. આ સમયે મોલાના દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક માસના રમજાનના રોજા પછી ઉપરવાળા દ્વારા ખુશીનો દિવસ આપવામાં આવ્યો છે ત્યારે પોતે તો ખુશી મનાવવાની સાથે સાથે કોઈક ગરીબ તેમ જ અનાથ હોય તેવા ઈશમો પણ આ ખુશીથી બાકાત ન રહે તેવું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. 

          આમ, પાવીજેતપુર માં ઈદની નમાજ ઇદગાહમાં અદા કરી ઉત્સાહ ઉમંગ સાથે એકબીજાને મુબારકબાદી પાઠવી ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી.