શાંતિ સમિતિની બેઠક: રમજાન અને પરશુંરામ જયંતીને લઈ વડગામ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
22 એપ્રિલના રોજ ઈદ અને પરશુરામ જયંતિ બંને તહેવારો એક જ દિવસે છે . હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોના તહેવારના દિવસે શાંતિ જળવાઈ રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનનોમાં શાંતિ સલામતીની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વડગામ પોલીસ મથકે યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ , વેપારીઓ નગરસેવકો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ દિવસે ઈદ હોવાથી સવારે મુસ્લિમ સમાજના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવશે. જ્યારે ત્યારે બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. જ્યારે બંને ધર્મના આગેવાનોએ પણ શાંતિથી કોમી એખલાસની ભાવનાથી આ બંને તહેવારોની ઉજવણી કરશે તેવી ખાતરી આપી હતી.