મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ રમજાન માસમાં સમસ્ત દુનિયાના મુસ્લિમ બિરાદરો સમગ્ર રમજાન માસ દરમિયાન ગમે તેટલી કાળઝાળ ગરમી હોય કે ગમે તેવી તકલીફ ભર્યા દિવસો હોય પરંતુ 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી ભૂખ્યા તરસ્યા રહી રમજાન માસના રોજા રાખતા હોય છે અને રમજાન માસમાં રાત દિવસ અલ્લાહની બંદગી કરી અલ્લાહને રાજી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે જેમાં અલ્લાહ પણ પોતાનો બંદાથી ખૂબ પ્રેમ કરતો હોઈ રમજાન માસની આકરી તપસ્યાના રોજા અને ભરપૂર બંદગીથી ખુશ થઈ અલ્લાહ તમામ રોજદારોને ઈદનો દિવસ ભેટ સ્વરૂપે આપે છે જેમાં રમજાન ઈદના દિવસનેઈ ઈદ-ઉલ-ફિત્ર પણ કહેવામાં આવે છે જેમાં હાલમાં ચાલી રહેલા રમજાન માસના ૨૯માં રોજા પૂર્ણ થતા એટલે કે આજે શુક્રવારના રોજ સમી સાંજે ઈફ્તારી બાદ ઈદનો ચાંદ આકાશમાં નજરે આવતા રમજાન માસ પૂર્ણ થયો હતો અને ઈદના દિવસનો આરંભ થયો હતો જેમાં આવતીકાલે 22મી એપ્રિલ એટલે કે શનિવારના રોજ ઈદનો દિવસ હોવાને લઈને હાલોલના મુસ્લિમ બિરાદરોએ ઈદ નો ચાંદ દેખાતા ખુશી વ્યક્ત કરી હતી અને નગરની વિવિધ મસ્જિદોમાંથી માઈક મારફતે સાયરન તેમજ એલાન કરી આવતી કાલે ઈદ હોવાની જાહેરાત કરવામાં આવતા હાલોલ નગરના મુસ્લિમોમાં ખુશહાલી વ્યાપી ગઇ હતી એકબીજાને ચાંદ મુબારક તેમાંથી ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવવાનો શુભારંભ કર્યો હતો.