૨૦૧૯ની ઘટનામાં નામદાર ધારી કોર્ટનો ચુકાદો.
ભોગ બનનાર યુવતીને ને રૂ. ૫/- લાખનું વળતર ચૂકવવા આદેશ
ધારીના ગ્રામ્ય વિસ્તારમાં યુવતી પર બે શખસો દ્વારા છરીની અણીએ સામૂહીક રીતે બળાત્કાર ગુજારવાના કેસમાં ધારીની કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.
૨૦૧૯ના વર્ષમાં ધારીના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી વાડીમાં રહી અને મજૂરી કામ કરતી હતી. ત્યારે
મધ્યપ્રદેશના રામસિંગ ઉર્ફે રામુ સકુરભાઈ ભુરીયા નામના શખસે યુવતીને ભાલુ બતાવીને બળજબરીથી પકડીને બાદમાં નેફામાંથી છરી કાઢી તે યુવતીના ગળા પર રાખીને
ડરાવી ધમકાવી બળાત્કાર ગુજાર્યો હતો.
અને તેના પછી ખેમા નારુભાઈ કટારા નામના શખસે પણ બળાત્કાર ગુજાર્યો હતો.
આ બન્ને આરોપીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ કેસ ધારીના એડિ. સેશન્સ જજ કમલેશભાઈ પટેલની કોર્ટમાં ચાલી જતા સરકારી પી.પી.વિકાસ વડેરાની દલીલો અને પૂરાવાઓને કોર્ટે માન્ય રાખીને
બન્ને આરોપીઓને જુદી જુદી કલમો તળે કુલ ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૂ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.
તેમજ ભોગ બનેલી યુવતીને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.