ઉનાળાની કાળજાળ ગરમીમાં ૧૫ કલાક ભૂખ્યા તરસ્યા રહેવુ એ સરળ વાત નથી. એવામાં આણંદની "આયશા"એ રમઝાન માસ દરમિયાન ૨૯ રોજા રાખીને આજના બાળકો અને યુવાનો માટે પ્રેરણારૂપી બની છે
રમઝાનનો પવિત્ર મહિનો ફિઝામાં ઇબાદત અને ઇનાયતનો ખૂબસૂરત તાલમેલ સજાવી રહ્યો છે. રોજા શું છે અને કયા મહત્વ સાથે માણસને ખુદા સાથે જોડે છે આ દરમિયાન કરવામાં આવેલી ઇબાદતો એટલે રોજા. રોજાનો અર્થ તકવા છે. માણસ રોજા રાખીને પોતાને એવો માણસ બનાવવાનો પ્રયત્ન કરે છે, જેવું તેનો રબ ઇચ્છે છે.
અત્યારે ઈસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થયો છે.રમજાન માસ મુસ્લિમ સમુદાયના લોકો માટે ખુબ જ મહત્વ ધરાવે છે. જેથી જ નાના છોકરાઓથી લઈને વડીલો રોજા રાખે છે.જો કે રોજા રાખવાએ કંઈ સહેલી વાત નથી.કારણ કે ઉનાળાની કાળજાળ ગરમીમાં 15 કલાક ભૂખ્યા તરસ્યા રહેવુ એ સરળ વાત નથી. એવામાં આણંદની આઠ વર્ષીય આયશા એ રમજાન માસ દરમિયાન ૨૯ રોજા રાખીને આજના યુવાનો બાળકો માટે પ્રેરણા બની છે.
આયશાની માતા નઝમા મન્શુરીએ જણાવ્યું કે મારી આયશા આઠ વર્ષની છે અને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે છતાં આ રમઝાન માસમાં ૨૯ રોજા રાખ્યા આયશાએ સામેથી તેના માતા-પિતાને રોજા રાખવા માટે કહ્યું હતું અને તેઓએ ઉત્સાહ સાથે ૨૯ રોજા પુરા કર્યા છે...
ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ મો. ૬૩૫૨૨ ૪૯૯૪૨ / ૯૯૨૪૦ ૯૫૨૮૭