ઉનાળાની કાળઝાળ ગરમીમાં 15 કલાક ભૂખ્યા તરસ્યા રહેવું એ સરળ વાત નથી એવા માં આણંદની આઠ વર્ષીય આઈશા એ રમજાન માસ દરમિયાન 29 રોજા રાખીને આજના યુવાનો અને બાળકો માટે પ્રેરણા રૂપી બની છે.

રમઝાનનો પવિત્ર મહિનો ફિઝામાં ઈબાદત અને ઇનાયતનો ખૂબસૂરત તાલમેલ સજાવી રહ્યો છે.રોજા શું છે અને કયા મહત્વ સાથે માણસને ખુદા સાથે જોડે છે.આ દરમિયાન કરવામાં આવેલી ઈબાદતો એટલે રોજા. રોજાનો અર્થ તકવા છે.માણસ રોજા રાખીને પોતાને એવો માણસ બનાવવાનો પ્રયત્ન કરે છે જેવું તેનો રબ ઈચ્છે છે.

અત્યારે ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાનમાં પૂર્ણ થયો છે રમજાન માસ મુસ્લિમ સમુદાયના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી નાના છોકરાઓથી લઈને વડીલો રોજા રાખે છે. જોકે રોજા રાખવા એ કંઈક સહેલી વાત નથી.કારણ કે ઉનાળાની કાળજાળ ગરમીમાં 15 કલાક ભૂખ્યા રહેવું તરસ્યા રહેવું એ સરળ વાત નથી.એવામાં આણંદની આઠ વર્ષીય આઈશા એ રમજાન માસ  દરમિયાન 29 રોજા રાખીને આજના યુવાનો બાળકો માટે પ્રેરણારૂપ બની છે.

આઇશાની માતા નજમાબેન વ્હોરાએ જણાવ્યું હતું કે, મારી આઈશા 8 વર્ષની છે અને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.છતાં આ રમજાન માસમાં 29 રોજા રાખ્યા છે. તેણીએ સામેથી માતા પિતાને રોજા રાખવાનું કહ્યું હતું.અને ઉત્સાહ સાથે 29 રોજા પૂર્ણ કર્યા છે.

(સલમાન પઠાણ-ખંભાત)