*ગુરુકુળ મહિલા કોલેજમાં આઈ.ક્યુ.એ.સી.ના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, નેક અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું થયું આયોજન...*
દાયકાઓથી શિક્ષણ જ્યોત જલાવી અને જ્ઞાનનું અજવાળું પાથરતી એવી પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટરનલ ક્વોલિટી અશ્યોરન્સ સેલના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નેક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું આયોજન થયું. નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ ઍન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ બેંગ્લોરમાં આવેલી એક સંસ્થા છે કે જેમાં દરેક કોલેજોએ પોતાનું મુલ્યાંકન દર પાંચ વર્ષે કરાવવું ખૂબ જરૂરી હોય છે. તો તે અંતર્ગત પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ નેક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવેલું. જેમાં પ્રથમ દિવસે ફકીર મોહન યુનિવર્સિટી ઓડિશાના પૂર્વ કુલપતિ પ્રો. મધુમિતા દાસ સમક્ષ અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકીબેન પંડ્યાએ પોતાના વિભાગનું પ્રેઝન્ટેશન કરેલું. ત્યારબાદ અંગ્રેજી વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. નયનભાઈ ટાંકે એન.એસ.એસ.નું પ્રેઝન્ટેશન, અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતાઓ કુ. અદિતિ દવેએ વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ અને ગુરુકુળ મહિલા કોલેજ હોસ્ટેલ તેમજ કુ. પારુલ શુક્લાએ નાટ્યધારા અને સ્પોકન ઇંગ્લિશ તેમજ સ્કોપનું પ્રેઝન્ટેશન કરેલું. પ્રેઝન્ટેશનના બીજા દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રો. કમલ મહેતા સમક્ષ હિન્દી વિભાગના અધ્યક્ષા ડો. શાંતીબેન મોઢવાડિયાએ પોતાના વિભાગનું, પ્રાધ્યાપક ડો. રાજેન્દ્રભાઈ ચૌધરીએ પ્રેમાનંદ સ્ટડી સર્કલનું તેમજ મુલાકાતી વ્યાખ્યાતાઓ કુ. કિરણ ઓડેદરા અને કુ. અર્ચના મોઢવાડિયાએ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાનું પ્રેઝન્ટેશન રજૂ કરેલું. ત્રીજા દિવસે કર્ણાટકથી બેંગ્લોર યુનિવર્સિટીના જીયોગ્રાફી અને જીયોઇન્ફોર્મેટિક્સના પ્રોફેસર ડૉ. અશોક હંજાગી તેમજ જગતગુરુ નાનક દેવ પંજાબ સ્ટેટ ઓપન યુનિવર્સિટી પટિયાલાના ભૂતપૂર્વ પ્રો. જી.એસ. બત્રા સમક્ષ ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. શર્મિષ્ઠાબેન પટેલે પોતાના વિભાગ તેમજ એન.સી.સી.નું તેમજ મુલાકાતી વ્યાખ્યાઓ કુ. દીપ્તિબેન સૂચકે જ્ઞાનધારા અને શ્રી ધવલભાઈ રાજ્યગુરુએ પ્રેમાનંદ સ્ટડી સર્કલનું પ્રેઝન્ટેશન રજુ કરેલું. ચોથા દિવસે આર. એચ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાડજના પ્રિન્સિપલ ડૉ. સ્ટારપાયલ ઐયર સમક્ષ હોમ-સાયન્સ વિભાગના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજાએ પોતાના વિભાગનું, હોમ સાયન્સના વરિષ્ઠ પ્રાધ્યાપિકા પ્રો. શોભનાબેન વાળાએ હોમ સાયન્સ સ્ટડી સર્કલ અને ખેલકૂદ યોગ વ્યાયામ ધારાનું તેમજ કુ. રૂપલ ભરખડાએ હોમ સાયન્સ વિભાગ દ્વારા ચાલતા શોર્ટ ટર્મ કોર્સિસ બ્યુટી ઍન્ડ વેલનેસ તેમજ સુઈંગ મશીન ઓપરેટરનું પ્રેઝન્ટેશન કરેલું. પાંચમા દિવસે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના પ્રોફેસર અને અંગ્રેજી વિભાગના હેડ પ્રો. મુસ્તજીબ ખાન સમક્ષ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડો. ઇલુબેન ગામીતે પોતાના વિભાગનું, વરિષ્ઠ પ્રાધ્યાપક શ્રી રાજુભાઈ મોઢવાડિયાએ એડમ સ્મિથ સ્ટડી સર્કલનું, સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક શ્રી શુભમભાઈ સામાણીએ સંસ્કૃત તેમજ મનોવિજ્ઞાનનું, સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપિકા કુ. પારુલ શુક્લાએ સમાજશાસ્ત્ર વિભાગનું તેમજ કુ. અદિતિ દવેએ શોર્ટ ટર્મ કોર્સિસ અંતર્ગત ચાલતા ટ્રિપલ સી તેમજ ટેલીનું પ્રેઝન્ટેશન કરેલું. છેલ્લા દિવસે શ્રીમતી એસ.આર. મહેતા આર્ટસ કોલેજ અમદાવાદના ભુતપૂર્વ પ્રિન્સિપાલ ડો. ઈન્દિરા નિત્યાનંદમ સમક્ષ કોમર્સ વિભાગના અધ્યક્ષ ડો. ભરતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ મુલાકાતી વ્યાખ્યાતા કુ. અમી પઢિયારે પોતાના વિભાગ તેમજ ગીત સંગીત નૃત્ય ધારાનું, વ્યાખ્યાતા કુ. નિમિષાબેન પંડિતે અંગ્રેજી માધ્યમ કોમર્સનું તેમજ વ્યાખ્યાતા કુ. મિરલ વાઢેરે ચાણક્ય સ્ટડી સર્કલનું પ્રેઝન્ટેશન કરેલું. બધાં પ્રેઝન્ટેશનનાં અંતે વિષય વિશેષજ્ઞોએ પોતાનાં મહામૂલા સૂચનો અને અભિપ્રાયો આપેલા. આ અઠવાડિક કાર્યક્રમ થકી પ્રાચાર્ય શ્રી ડૉ. નાગરસાહેબે પ્રાધ્યાપકોએ તૈયાર કરેલા પ્રેઝન્ટેશનને સુધારી તેને બહેતરમાંથી શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આઇ.ક્યુ.એ.સી. ના કો-ઓર્ડીનેટર પ્રો. રોહિણીબા જાડેજા અને કો-કોઓર્ડીનેટર ડો. કેતકીબેન પંડ્યાએ જહેમત ઉઠાવેલી તેમજ કુ. અદિતીબેન દવે અને શ્રી મિતભાઈ લાખાણીએ તકનિકી સહાય પૂરી પાડેલી.