ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ ની પેનલનો જંગી બહુમતી થી વિજય થયા બાદ ડીસા નગરપાલિકા દ્વારા પાલિકાની પેનલના માર્કેટયાર્ડ ના ડિરેક્ટર તરીકે નગર સેવિકા નયના બેન સોલંકી નું નામ સૂચવવામાં આવ્યું છે..
ડીસા APMC માં પ્રથમ વખત ડિરેક્ટર તરીકે દલિત મહિલા ને સ્થાન મળશે..
ડીસા માર્કેટયાર્ડ ના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી ગઈ કાલે સમાપ્ત થઈ છે..
જેમાં પ્રથમ વખત માર્કેટયાર્ડ માં ભાજપ ના મેન્ડેટ સાથે ની પેનલનો ભવ્ય વિજય થયો છે..
ડીસાના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી અને ધાનેરા ના ધારાસભ્ય અને ડીસા APMC ના વર્તમાન ચેરમેન માવજી દેસાઈ ના અથાગ પ્રયત્નોથી પાલિકા માં ડીસા બજાર સમિતિમાં પૂન: ભાજપ નું શાસન પ્રસ્થાપિત થયું છે..
ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર માં ડીસા નગરપાલિકા માંથી પણ એક સભ્યને મોકલવામાં આવે છે..
જેમાં નવા બોર્ડમાં ડીસા નગરપાલિકા માંથી વોર્ડ નંબર 6 ના નગર સેવિકા નયના બેન મગનભાઈ સોલંકી નું નામ ડિરેક્ટર તરીકે સૂચવાતા સર્વ સભ્યોએ સંમતિ આપી હતી..ડી
ડીસા PMC ના બોર્ડમાં પ્રથમ વખત દલિત મહિલા સ્થાન પામશે..
આ અંગે નવનિયુક્ત ડિરેક્ટર નયના બેન સોલંકી એ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે જ્યાં કોઈપણ નાત જાત નો ભેદભાવ રાખવામાં આવતો નથી..
આજે એક દલિત સમાજ ની દીકરી ને ડિરેક્ટર બનાવી ને પાર્ટી એ તે સાબિત કરી બતાવ્યું છે..