સિહોર શહેરના પીઆઇ તરીકે નવનિયુક્ત અધિકારી એચ જી ભરવાડે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું હતું. સિહોર શહેરના પોલીસ મથકમાં પીઆઇ તરીક જિલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલ દ્વારા એચ જી ભરવાડની નિમણુંક કરવામાં આવી હતી, અને તેમણે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. દરમિયાન નવનિયુક્ત પીઆઇ દ્વારા આજે શુક્રવારે સાંજના સમયે સિહોર શહરના પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમની સાથે હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો, શહેરના વડલાચોક, મુખ્ય બજાર, આંબેડકર ચોક, મોટાચોક, વાસણ બજાર, કંસારા બજાર, સુરકાના દરવાજા, રેસ્ટ હાઉસ, રાજકોટ હાઇવે, ટાણા ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને જુદા જુદા વિસ્તારથી વાકેફ બન્યા હતા. સાથે ટાણા ચોકડી ચાર રસ્તા પાસ વાહન ચેકિંગ હાથ ધરી હેલ્મેટ અને દસ્તાવેજો વિના ભટકતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેથી ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે