અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લુંટની ફરીયાદ ખોટી નીકળી, એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ કરી સાચી હકિકત બહાર લાવી, ગુનાનો ભેદ ઉકેલ્યો.

ગુનાની વિગતઃ-

વિનુભાઇ દેવજીભાઇ ખેતરીયા, ઉ.વ.૫૦, રહે.લાપાળીયા, તા.જિ.અમરેલી વાળા નવા માર્કેટ યાર્ડમાં વોચમેનની નોકરી કરતા હોય,

ગઇ તા.૧૬/૦૪/૨૦૨૩ રાત્રીના દસ વાગ્યે નવા માર્કેટ યાર્ડમાંથી વોચમેનની નોકરી પુરી કરી પોતાનું મો.સા.સ્પ્લેન્ડર GJ-14-AB-9673 નું લઇને લાપાળીયા ગામે જવા નીકળેલ

 અને ચક્કરગઢના પાટીયાથી આગળ આશરે એકાદ કીમી દુર પહોચતા

 કોઇ અજાણ્યા બે ઇસમો અચાનક રોડ પર આવી, વિનુભાઇની મોટર સાયકલમાં આગળના વ્હીલમાં લાકડી નાખેલ

 જેથી વિનુભાઇ નીચે પડી ગયેલ અને આ બે અજાણ્યા માણસોએ વિનુભાઇના શર્ટના ખીસ્સામાંથી આશરે રોકડા રૂ.૨૦૦૦/- કાઢી લુંટી કરી ગુનો કરેલ હોય,

 જે અંગે વિનુભાઇ દેવજીભાઇ ખેતરીયાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા

અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૩૦૧૯૯/ ૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૯૪, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.

આ પ્રકારના ગંભીર અનડીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ટીમ દ્વારા

અનડીટેક્ટ લુંટના ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને ચેક કરવામાં આવેલ.

આ ગુનાના ફરિયાદીની વિશેષ પુછપરછ કરી, આરોપીના વર્ણન તથા વાહન અંગે માહિતી મેળવતા,

આરોપીઓ પાસે ૨૧૧૮ નંબરનું મોટર સાયકલ હોવાનું જણાવેલ હોય, જે આધારે સદરહું મોટર સાયકલ બાબતે તપાસ કરવામાં આવેલ.

એલ.સી.બી. ટીમની તપાસ દરમ્યાન ઉપરોકત હકીકત વર્ણન વાળુ મોટર સાયકલ રજી. નં.GJ 14 H 2118 નું બનાવ સમયે અમરેલી ખાતે આવેલ ન્યુ શ્રીજી માર્ટ નામની દુકાનમાં કામ કરતા કારીગરો

(૧) નિકલેશ રાજેન્દ્રભાઇ ચૌહાણ, ઉ.વ.૨૬, રહે.અમરેલી, બાયપાસ, ચકકરગઢ રોડ, તા.જિ. અમરેલી મુળ રહે.માયપુર, તા.ભાટપરાની, જિ.દેવરીયા (ગોરખપુર) ઉત્તરપ્રદેશ

(૨) લાલબાબુ વસંત ચૌહાણ, ઉ.વ.૨૫, રહે.અમરેલી, બાયપાસ, ચકકરગઢ રોડ, તા.જિ. અમરેલી મુળ રહે.મૌલીરાજ, કૈલાની ગાવ, તા.સલેમપુર, જિ.દેવરીયા (ગોરખપુર) ઉત્તરપ્રદેશ વાળાઓ પાસે હોવાનું જણાય આવેલ હોય,

મજકુર બન્ને ઇસમોની પુછ-પરછ કરતા નીચે મુજબની હકિકત જણાય આવેલ છે.

તપાસ દરમિયાન જણાય આવેલ સાચી હકિકતની વિગતઃ-

ગઇ તા.૧૬/૦૪/૨૦૨૩ નાં રોજ નિકલેશ રાજેન્દ્ર ભાઇ ચૌહાણ તથા લાલબાબુ વસંત ચૌહાણ બન્ને સુરેશભાઇનું મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. GJ 14 H2118 લઇને અમરેલીથી સાવરકુંડલા મુકામે નિકલેશના ભાઇના ઘરે જમવા જતા હતા.

તે વખતે રસ્તામા ઉભા રહીને તેના શેઠ સુરેશભાઇ સાથે ફોનમા વાત કરતા હતાં તે વખતે કોઇ માણસે તેમની મોટર સાયકલની પાછળ મોટર સાયકલ ભટકાવતા, બન્ને ડાબી બાજુ નીચે પડી ગયેલ અને તે માણસ જમણી બાજુ નીચે પડી ગયેલ.

તે પછી બન્ને ઉભા થઇને પાછળથી ભટકાવેલ મોટર સાયકલ ચાલકને ઉભા કરેલ.

તે વખતે આ મોટર સાયકલ ચાલકને ગાલ પરથી લોહી નિકળતુ હતુ.

અને તે મોટર સાયકલ ચાલક આ બન્ને પાસે મોટર સાયકલના નુકશાનીનો ખર્ચો માંગતા હોય, જે ખર્ચો તેમની પાસે ન હોય.

અને તે મોટર સાયકલ ચાલક આજુબાજુ ગામમાથી બીજા માણસોને ફોન કરી બોલાવતા હોય. જેથી લાગેલ કે તેમની સાથે માથાકુટ થશે, જેથી બન્ને નિકળી ગયેલ હોવાની હકિકત જણાય આવેલ છે.

તેમજ આ બનાવ બાબતે અન્ય સાહેદોને શોધી, તેઓની પુછ પરછ કરતા ઉપરોકત હકિકત મુજબની હકિકત જણાવેલ છે.

આમ, ઉપરોકત ફરીયાદી દ્રારા

અકસ્માતના બનેલ બનાવમાં મોટર સાયકલના નુકશાનના પૈસા નહિ આપતા, અકસ્માતના બનાવને લુંટના બનાવની વિગતે રજુ કરી, ખોટી લુંટની ફરીયાદ દાખલ કરાવેલ હોય,

એલ.સી.બી. ટીમ દ્રારા તટસ્થ તપાસ કરી, બનાવની સાચી હકિકત બહાર લાવી, ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. ભગવાનભાઈ ભીલ, જાવેદભાઇ ચૌહાણ, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.