ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા માં ઈદ અને પરશુરામ જયંતિ હિન્દુ અને મુસ્લિમ સમાજ ના બંને તહેવારો એક જ દિવસે સાથે હોવાના કારણે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા શહેર પોલીસ દ્વારા શાંતિ અને સલામતી માટે બેઠક યોજવામાં આવી હતી..

22 એપ્રિલ ના રોજ ઈદ અને પરશુરામ જયંતિ બંને તહેવારો એક જ દિવસે છે, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોના તહેવાર ના દિવસે શાંતિ જળવાઈ રહે તે માટે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા ની અધ્યક્ષતા માં શાંતિ સલામતી ની બેઠકનું આયોજન કરાયું હતું..

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, નગર સેવકો અને સામાજિક સંસ્થા ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

આ દિવસે ઈદ હોવાથી સવારે મુસ્લિમ સમાજના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવશે..

જ્યારે પરશુરામ જયંતિ નિમિત્તે પણ દિવસ પર અલગ અલગ કાર્યક્રમો નું આયોજન થશે, ત્યારે બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી.. 

જ્યારે બંને ધર્મના આગેવાનોએ પણ શાંતિથી કોમી એખલાસની ભાવના થી આ બંને તહેવારોની ઉજવણી કરશે તેવી ખાતરી આપી હતી..