સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોય આ કામે સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવાના તેમજ કોઈ ખામીઓ ના કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા સારુ આક્ષેપીત અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ-૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર નાઓએ ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ, જે લાંચ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીનાએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા એ.સી.બી. દ્વારા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આક્ષેપીત અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ- ૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/-સ્વીકારી પકડાઇ જઇ ગુનો આચરેલ છે.આરોપી વર્ષ-૨૦૧૮ માં જી.પી.એસ.સી. ની સીધી ભરતીથી સમાજ કલ્યાણ અધીકારી, વર્ગ-૨ તરીકે નિમણૂક પામેલ છે. તેમના કાર્યક્ષેત્રમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલીત બનાસકાંઠા જીલ્લાની ફૂલ-૫૨ (બાવન) હોસ્ટેલોની દેખરેખ અને અન્ય સરકારી યોજના અમલીકરણની કામગીરી કરવાની રહેલ છે. તેઓ બનાસકાંઠા જીલ્લામાં જુન-૨૦૨૨ થી ફરજ બજાવે છે. આ અગાઉ તેમણે આણંદ, ગાંઘીનગર જીલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજો બજાવેલ છે. તેઓ પોતાની કચેરીમાં નાણાં સ્વીકારતા ન હતા પણ હોસ્ટેલોના ઈન્સપેકશન તથા વિઝીટ દરમ્યાન લાંચ ના નાણાં સ્વીકારતા હતા.
આરોપી અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ-૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર વિરૂધ્ધ રૂ.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડતી એ.સી.બી. આરોપીના ઘરે ઝડતી તપાસ દરમ્યાન રૂ.૨૭,૮૩,૪૪૦/- (અંકે રૂપિયા સતાવીસ લાખ ત્રાંસી હજાર ચારસો ચાલીસ)કબજે લેતી એ.સી.બી.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/04/nerity_8376ec9fa487bb4bc6ef00e4898b38bf.jpg)