મહુવા ખાતે મોબાઈલ પરથી જુગાર રમાડતા ઈસમોને સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યા.
સુરત ગ્રામ્ય એલસીબીનાએ.એસ.આઈ.ભમરસિંહ અને અરવિંદભાઈને મળેલ બાતમીના આધારે છાપો મારી મહુવા માછીવાડ ફળિયામાં રહેતો મીનેશ ઉર્ફે રણછોડ ઢીમ્મરના ઘરે મોબાઈલ પર વરલી મટકાનો રમાડતા રંગે હાથે ઝડપી લીધા હતા.જુગાર ધામ પર છાપો મારી એક આરોપી ને ઝડપી રૂપિયા 26,300 રૂપિયાનો મુદામાલ કબજે કરી 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.