વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને ખેતરમાં હયાત વીજ કનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ડીસાના ધારાસભ્યની રજૂઆતને પગલે સરકારે નિર્ણય લેતા ડીસામાં સૌથી વધુ ફાયદો ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને થશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્ય સરકારે નૂતન વર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવા માટે અગાઉ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સરકારમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ સરકારે વરસાદી પાણીનો ઉપયોગ કરનાર ખેડૂતોના ખેતરમાં એક જ સર્વે નંબરમાં હયાત વીજ કનેક્શન સિવાય વધુ એક કનેક્શન આપવાનો નિર્ણય લીધો છે.

આ અંગે ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ જણાવ્યું હતું કે, ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડૂતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડૂતોને પણ વીજ બીલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે. તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.