મહિલા અને બાળ વિભાગની સંકલિત બાળ વિકાસ કચેરી સુરતમાં આવેલ ઘટક1અને 2 ની કુલ 222 આંગણવાડી કેન્દ્ર અને ઘટક કચેરી માટે જી. એચ.ભક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લાભાર્થીને બેસવા માટે શેતરંજી ફાળવવામાં આવી હતી આજરોજ શેતરંજી વિતરણ કાર્યક્રમમાં મહુવા170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા તેમજ જી.એચ.ભક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત આરોગ્ય સિમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર,જિલ્લા પંચાયત સભ્ય રીટાબેન,ઉપ પ્રમુખ વૈશાલીબેન પટેલ,કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,માનનીય મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી,માનનીય સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી,સી.એસ.સીના મેડિકલ ઓફિસર,મહુવા આઈ.સી.ડી.એસ.કચેરીનો સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાં જી.એચ.ભક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શેતરંજી વિતરણ કાર્યક્રમ યોજાયો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/04/nerity_121aa851d474763549c04de68424cd92.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)