આફતની આગાહી: બનાસકાંઠા જિલ્લામાં 20 એપ્રિલ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આફતની આગાહી આપવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા હવામાન વિભાગ અમદાવાદ 19 એપ્રિલ 2023ના ઈ-મેઈલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં 20 એપ્રિલ 2023 ના રોજ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તે પત્ર દ્વારા સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.