કાંકરેજ તાલુકાના આકોલી ખાતે સિકોતર માતાજી ની દશમી વર્ષ ગાંઠ નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્ર્મ યોજાયો.... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ શ્રી સિકોતર માતાજી ની દશમી વર્ષ ગાંઠ નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં આસોદર મઠ ના 1008 મહંત શ્રી રેવાપુરી બાપુ ના આશીર્વાદ સાથે સંતો મહંતો ભકતો ના દીકરીઓ દ્વારા સામૈયાં કરવામાં આવ્યાં હતાં અને વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વહાણવટી સિકોતર માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મંદિરની સ્થાપના તારીખ ૭/૪/૨૦૧૩ ને ચૈત્ર વદ તેરસ ના રોજ કરવામાં આવી હતી જેમાં ગત તારીખ ૧૮/૪/૨૦૨૩ ચૈત્ર વદ તેરસ ના રોજ દશમી વર્ષ ગાંઠ નિમિત્તે વાઘેલા ખોડુભા અને દશુભા વાઘેલા ભુવાજીઓ તેમજ વડીલો શાન્તુભા ભગત. સવાજી વાઘેલા. શીવુભા વાઘેલા. વિનુભા વાઘેલા. જોગજી વાઘેલા. દાનસુંગ વાઘેલા. આસુભા વાઘેલા. ધનુભા વાઘેલા. ટીનુભા વાઘેલા. બચુભા વાઘેલા. ધુડસિંહ વાઘેલા સહિત ભક્ત મંડળ ના ભજનિક કલાકાર તરીકે બી. કે. વાઘેલા અને નિતાબેન ઓડ. તેમજ સંગીતકારો અને ખાસ કરીને ખોડલા ના મોતીરામ બાપુ અને ભીડ ભંજન હનુમાનજી મહારાજ ના પૂજારી શ્રી રાજુગિરિ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને માતાજી ના આશીર્વાદ લીધા હતા જેમાં ગામની બહેન દીકરીઓ અને વહુવારુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા ત્યારે આજુબાજુ ના ગામના ભકત મંડળ ના ભકતો શ્રોતાઓ એ સંતવાણી નો લાભ લીધો હતો

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા