ભાભરના જાસનવાડા ગામે નવિન આંગણવાડી બિલ્ડિંગ નું ટી.ડિ.ઓ. ના હસ્તે લોકાર્પણ...
ભાભર તાલુકાના જાસનવાડા ગામે મનરેગા યોજના તળે તૈયાર થયેલ નવીન આંગણવાડીના મકાનનું લોકાર્પણ ભાભર તાલુકા વિકાસ અધિકારી જે.આઈ. પરમારના હસ્તે કરવામાં આવ્યું.
જાસનવાડા ખાતે રૂપિયા 7 લાખના ખર્ચે મનરેગા યોજના અંતર્ગત નવીન તૈયાર થયેલ આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામજનો, સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને યોગ્ય કેળવણી મળી રહે તેમનું પાયાનું ઘડતર થાય તેવો ઉમદા હેતુ આંગણવાડીનો મુખ્ય ઉદ્દેશ છે. જ્યારે સી.ડી.પી.ઓ. હંસાબેન દ્વારા આંગણવાડી કેન્દ્રમાં બાળકોના ઘડતર વિશે યોગ્ય જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ત.ક. મંત્રી જે.વી.દેસાઈએ કર્યું હતું. પ્રહલાદભાઈ ચૌધરી દ્વારા બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.આમ સુવિધા યુક્ત સુવિધા ઉપલ્બધ કરવામાં આવિ હતી.