દિયોદર પોલીસ સ્ટેશન શી ટિમ દ્વારા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિનિયર સિટીઝન ની રૂબરૂ મુલાકાત લઈ સાયબર ક્રાઇમ વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી..
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પોલીસ સ્ટેશન શી ટિમ દ્વારા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત સિનિયર સિટીઝન ની ડોર ટુ ડોર દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં મુલાકાત કરવામાં આવી હતી..
દિયોદર તાલુકા માં વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો સાથે ઘરેલું અત્યાચારો બનતા પરંતુ સિનિયર સિટીઝનો માહિતી ન હોવાના અભાવે તેઓ પોલીસ સુધી પહોંચી શકતા નથી, જેથી આવા ગુના બનતા અટકાવવા તેમજ તેમની કાયદા થી વાકેફ કરવા માટે દિયોદર પોલીસ શી ટીમના સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝનો ને રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી, અને પોલીસ દ્વારા તેમને કોઈ પણ સંજોગોમાં જરૂર પડે તો પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું..