લીલીયા પો.સ્ટે.ના મો.સા. ચોરીના અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી મો.સા.સાથે આરોપીને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ.
લીલીયા પોલીસ સ્ટેશનની ટીમ લીલીયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન નાના લીલીયા ગામની ચોકડીથી આગળ ક્રાંકચ ગામ તરફ જતા હતા
તે દરમ્યાન સાથેના પો.કોન્સ સંજયભાઇ ઇટાળીયાનાઓને ચોકકસ અને આધારભુત બાતમી રાહે હકિકત મળેલ કે
ક્રાંકચ ગામ તરફથી એક મો.સા. ચાલક શંકાસ્પદ રીતે મોટરસાયકલ ચલાવી આવતો હોય, જેને રોકી અને મો.સા.નાં ચાલક પાસે સાધનિક કાગળો માંગતા મજકુર ઇસમે આધાર પુરાવા રજુ કરેલ નહી.
જેથી સદર મો.સા. અત્રેના લીલીયા પોસ્ટેના ગુન્હામાં ચોરાઈ ગયેલ હોય. જે મો.સા.ક્રાકચ ગામેથી આજથી ૨૦ થી ૨૫ દિવસ પહેલા બાપુભાઇ ખુમાણ રહે ક્રાંકચ વાળાના ઘરની બહાર શેરીમાંથી ચોરી થયેલ હોય.
આ કામનો મજકુર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોવાનુ જણાવેલ હોય જે અત્રેના પોસ્ટે પાર્ટ એ ગુ.૨.નં ૧૧૧૯૩૦૩૫૨૩૦૧૦૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી થયેલ હોય જેને તા.૧૬/૦૪/૨૦૨૩ ના રોજ સદર મો.સા જેના રજી નં GJ-14-AL-2947 ની કિ ૩ ૨૦૦૦૦/- ગણી મજકુર ઇસમને અટક કરેલ
તેમજ આ કામે પકડાયેલ આરોપીની ઘરની ઝડતી તપાસ કરતા એક હિરો હોન્ડા કંપનીનુ CD 100 GJ-05-AF-4723 વાળી મો.સા.મળી આવેલ હોય,
જે મો.સા.ના સાધનિક કાગળો રજુ ન કરતા અને આરોપી ફર્યું ફર્યુ બોલતો હોય જે શક પડતી મિલ્કત
સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કિ.રૂ.૨૦૦૦/- ગણી તથા કુલ કિ.રૂ. ૨૨,૦૦૦-મુદ્દામાલ તપાસના કામેં કબ્જે કરવામા આવેલ.
અને ચોરીના મો.સા ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલા આરોપીનું નામ સરનામું.
મૌલિકભાઇ પ્રેમજીભાઇ ડોબરીયા ઉ.વ.૨૫, ધંધો. મજુરી, રહે. ક્રાંકચ, તા.લીલીયા મોટા, જી.અમરેલી,
આમ, આ સમગ્ર કામગીરીમા લીલીયા પોલીસ સ્ટેશનના પો સબ ઇન્સ એસ આર ગોહિલ તથા લીલીયા પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ સી.બી.ટીલાવત અના એ.એસ.આઇ તથા પો કો સંજયભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ લાલુ તથા પો.કો દિલીપભાઇ ખુંટ વિ. સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.