સોજીત્રા શહેરની ચોકડી પર દબાણ દૂર કરવાની તેમજ ચોકડી પહોળી કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા આજરોજ શરૂ કરવામાં આવી

આણંદ તારાપુર માર્ગ પર સોજીત્રા શહેરની ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો હતો અને સોજીત્રા શહેર માંથી તેમજ આણંદથી તારાપુર આવતા જતા રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો

જેને લઈ રાહદારીઓની વધતી જતી સમસ્યા હળવી કરવા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ચોકડીથી આજુબાજુના વિસ્તારને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.