ધાનેરાના ભાટીબ ગામે એક સાથે 28 ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવાનો નિર્ણય કર્યો છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ,ભાજપ ઉપપ્રમુખ મગન માળી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉમટી પડ્યા ભાટીબ ગામમાં સૌપ્રથમવાર ગુજરાતમાં 28 ખેત તલાવડીના ખાતમુરત એક સાથે થયાની ઘટના છે જો કે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભજળ નીચે જતા ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ અંતરિયાળ ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા ને લઈને ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે આગામી ચોમાસાને ધ્યાને રાખી ખેડૂતોએ ખેત તલાવડી બનાવવાનું મન બનાવ્યું છે સરકારની અટલ ભુજલ યોજના અંતર્ગત બોર રિચાર્જ કરવા ભૂગર્ભમાં વરસાદી પાણી ઉતારવા અને તળાવ ઊંડા કરવા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ ખેત તલાવડી ખેડૂતો માટે ક્યાંક આશીર્વાદ રૂપ બની રહેશે...