કડી તાલુકાના વરખડીયા ગામે આધેડ મહિલા પોતાના ઘર આગળ બાળકોને રમાડી રહ્યા હતા. જે દરમિયાન એક યુવાન ત્યાં આવી પહોંચીને આધેડ મહિલાને જેમ ફાવે તેમ ગાળો બોલીને હુમલો કરાતાં મહિલાને ઇજાઓ પહોંચી હતી. જ્યાં તેઓને ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતે બાવલુ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કડી તાલુકાના વરખડીયા ગામે રહેતા આધેડ સજનબેન ઠાકોર કે જેઓ તેમની દીકરીના બે નાના ભાણિયાઓને ઘરની પાસે રમાડી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઘર પાસેથી તેમના જ ગામનો યુવાન સંજય ઠાકોર પોતાનું બાઈક લઈને આંટાફેરા મારતો હતો. જેથી સજનબેને કહ્યું કે, તું અમારા ઘર પાસે આંટાફેરા કેમ મારે છે. એવું કહેતાં સજનબેનને યુવાને કહ્યું કે, હું ગમે તે કરું તમારે શું જોવાનું, તેમ કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ આગળ જઈને પોતાનું બાઈક મૂકીને પાછો સજનબેનના ઘરે આવ્યો હતો અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.
જ્યાં સંજયના પિતા ત્યાં આવી પહોંચતા તેઓએ ઠપકો આપતાં સંજય તેમના પિતા ઉપર પણ હુમલો કર્યો હતો. તેથી સજનબેન વચ્ચે પડતાં તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. તે બાદ સજનબેનને ગડદાપાટુનો મારમારતા સજનબેન બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પરિવારના લોકો દોડી આવતા સંજય પોતાનું બાઈક લઈને સ્થળ પરથી ભાગી છુટયો હતો. સજનબેનને ઈજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બાવલુ પોલીસે સંજય ઠાકોર ઉપર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.