કાચરડી ગામની એક વર્ષથી ગુમ મહિલાને શોધી કાઢવામાં મદદ કરવા ગૃહમંત્રી, સરકારના નાયબ દંડક,અમરેલી એસ.પી., જીલ્લા કલેકટર,અને પૂર્વ સાંસદ - ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને પત્ર પાઠવી રજુઆત કરતા ગુમ થયેલ મહિના પતિ ભરતભાઈ બારૈયા.   

    પોલીસનું કામ હોય છે,ફરિયાદના આધારે ગુન્હેગારોને શોધી કાઢવાનું અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનું.સમાજમાં મિત્ર તરીકેની છાપ ઉપસાવવાનું..સામે લોકોએ પણ સાથ - સહકાર આપવાનો હોય છે.તો જ સુલેહ શાંતિ જળવાઈ રહે. એક બનાવની વિગત મુજબ લાઠી તાલુકાના ધારાસભ્ય જનક તળાવિયાના ગામ કાચરડીની વાલ્મિકી મહિલા ભાવનાબેન ભરતભાઈ બારૈયા ( ઉ. વ. ૪૬ ) તેમના જૂના અને કાચા ઘરે થી તા.૦૯-૦૪-૨૨ ના રોજ સવારના ૯-૩૦ કલાકના અરસામાં ગુમ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં તા.૧૩-૦૪-૨૨ ના રોજ ગુમ થયા બાબતની જાણવા જોગ અરજી આપેલ હતી.પરંતુ એક - બે પચાસ નહિ આજે ૩૭૨ દિવસ થયા છતાં ભાવનાબેનને ગોતી કાઢવામાં તંત્ર નિષ્ફળ જતા,તેમના ચાર સંતાનોમાં બે દીકરી અને બે દીકરા મમ્મી....મમ્મી ને લયાવી દયો એમ રડતા રડતા યાદ કરીને ઊંઘ હરામ થઈ જતા,ભરતભાઈ બચુભાઈ બારૈયાએ ગૃહમંત્રી,નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા,અમરેલી એસ.પી.,પૂર્વ સાંસદ - ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને અમરેલી કલેકટરને પત્ર પાઠવી તેમના પત્નીને શોધી કાઢવા મદદ કરવા રજુઆત કરેલ હોવાનું જાણવા મળેલ છે...છેલ્લે ફિફા ખાંડવા,અંધારામાં તીર છોડવા,બહાના બતાવવા,ફરિયાદીને ફૂટબોલની જેમ ફંગોળવા....વગેરે...વગેરે....જેવા શબ્દો ભૂતકાળ બની જવા જોઈએ..આ ડબલ એન્જીન સરકારમાં..

. ( અતુલ શુક્લ)