અમરેલી સીટી પો.સ્ટે. “ e-FIR” દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમા વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા " RR " ની સવિધાનો પ્રારંભ કરવામા આવેલ હોય.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા,
નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામા આવતી " -FIR " અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ હોય.
જે અન્વયે અમરેલી જિલ્લામાં “ e-FIR " થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય
તા.૧૫/૦૪/૨૦૨૩ ના રોજ અમરેલી નાગનાથ નાના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
અમરેલી સીટી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૮૩/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન રેડમી કંપનીનો 10 PRIME મોડેલ નો કી.રૂ.૧૧,૦૦૦/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
રમેશભાઇ કરશનભાઇ નાવલ ઉ. વ. ૩૭, ધંધો.કડીયાકામ, રહે.કાકીડી મોલી, તા.ગીર ગઢડા, જી.ગીર સોમનાથ,
આ કામગીરીમાં અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. ડી.વી.પ્રસાદ સર્વેલ્સ ટીમના હેડ કોન્સ,દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા રાજેન્દ્રભાઇ દકુભાઇ તથા અશોકસિંહ ઘેલાભાઇ તથા તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.