ડીસામાં લાયન્સ હોલ ખાતે સીઆરપી ટ્રેનિંગ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

જેમાં કોઈ વ્યક્તિને એટેક આવ્યો હોય તો ઇમર્જન્સી માં પોલીસ કર્મચારી સીપીઆર દ્વારા વ્યક્તિને કઈ રીતે બચાવી શકે તે અંગે પ્રેક્ટિકલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી..

ડીસા માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, લાયન્સ ક્લબ, આઈ એમ એ, ડીસા કેમીસ્ટ એસોસિએશન અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસીયોલોજિસ્ટના સંયુક્ત ઉપક્રમે ડીસા ડિવિઝન, બનાસકાંઠા પોલીસ કર્મચારીઓ માટેનો એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને CPR ટ્રેનિંગનો કાર્યક્રમ લાયન્સ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો..

જેમાં ડી.વાય.એસપી. ડો. કુશલ ઓઝા સહિત અન્ય પોલીસ કર્મીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો..

આ પ્રોગ્રામ ની સ્પેશિયલ ટ્રેનિંગ આપવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચમાંથી તુષાર ઠક્કર અને તેમની ટીમ આવી હતી, જેમણે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય તો ઇમરજન્સી માં કઈ રીતે સારવાર આપી શકાય તે માટે માહિતી આપી હતી..

આ પ્રોગ્રામ માં સંત ત્યાગવત્સલ સ્વામી અને ઉત્તમપ્રિય સ્વામી આશીર્વચન આપવા માટે પધાર્યા હતા..