સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હાના કામના આરોપીઓ તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર , ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય,

જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ જીલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં તેમજ જરૂરી કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ નં. ૧૧૧ ૯૩૦ પરર૩ ૦૧૩૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન) તથા પોકસો એકટ કલમ ૪,૬,૮,૧૭,૧૮ મુજબના ગુન્હાના કામનો મુખ્ય આરોપી ફરીયાદીની સગીર વયની દિકરી લલછાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય,

 જે ગુન્હાના આરોપીઓને પકડી પાડવાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ,

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપીને ચોક્ક્સ બાતમી આધારે આરોપીઓ તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ

 (૧) ધર્મેશ ઉર્ફે ધમો રમેશભાઇ લગધીર(બારોટ) ઉ.વ.૩૦, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આસોપાલવ સોસાયટી, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

(૨) ભરતભાઇ ભાભલુભાઇ વરૂ ઉ.વ.૨૩, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આસોપાલવ સોસાયટી તા.સાવરકુંડલા જી.અમરેલી,

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા

પો.સ.ઈ. આર.એલ.રાઠોડ, પો.સ.ઇ. પી.એમ.સિસોદીયા, એ.એસ.આઇ. હિંગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, એ.એસ.આઇ. હરેશભાઇ વશરામભાઇ, એ.એસ.આઇ. માધવજીભાઇ લક્ષમણભાઇ, હેડ કોન્સ.ભાવીનભાઇ ઉમીયાશંકર, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ, પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ વૂ.પો.કો. રાધાબેન ગભાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.