ધારાસભ્ય માવજી દેસાઈ ની ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય સહકારી આગેવાનો સાથે ખાટલા બેઠક..

ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રાજકીય - સહકારી આગેવાનોએ 15 થી વધુ ગામોમાં બેઠક કરી

આગામી સોમવારના રોજ ડીસા એપીએમસીની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની પેનલના ઉમેદવારો ને જંગી મતો સાથે વિજેતા બનાવવા ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રાજકીય અને સહકારી આગેવાનોએ 15 થી વધુ ગામોમાં ખાટલા બેઠક યોજી હતી.

ડીસા એપીએમસીની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેન્ડેટ પદ્ધતિથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ડીસા એપીએમસી ના ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ભાજપના છ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે..

જ્યારે ખેડૂત વિભાગના 10 ઉમેદવારો માટે આગામી સોમવારના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી તેમજ કમિટી સભ્યો (મતદારો) ભારતીય જનતા પાર્ટી તરફે બહુમતી સાથે મતદાન કરે તે માટે ધાનેરા ના ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ, બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ ગુજોર, ડીસા એપીએમસી ડિરેક્ટર બાબુભાઈ પાનકુટા, રબારી સમાજના યુવા આગેવાન નરસિંહ જોટાણા સહિત રાજકીય અને સહકારી આગેવાનો એ શુક્રવારે ડીસા તાલુકાના વડાવળ, લોરવાડા, સણથ, ડેડોલ, સાંડીયા, ખેટવા, છત્રાલા, વાહરા, બોડાલ, ભીલડી, ઘરનાળ, બલોધર તેમજ તાલેગંજ સહિતના ગામોમાં ખાટલા બેઠક કરી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારો ને જીતાડવા માટે અપિલ કરવામાં આવી હતી..