ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે આજે સુરેન્દ્નનગર ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત 'ડો.બાબાસાહેબ આંબેડકર' સર્કલનું કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ ભારતીય બંધારણનાં ઘડવૈયા ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીને વંદન કરતા જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. દેશમાં પ્રજાનું શાસન, સુશાસન ચાલી રહ્યું છે એ બંધારણને આભારી છે. બંધારણમાં કરાયેલી જોગવાઈઓનાં કારણે દેશનાં દરેક નાગરિકને કોઈ પણ જાતનાં ભેદભાવ વગર સ્વતંત્રતા, સમાનતા સહિતનાં હકો મળ્યા છે. આજે દેશની લોકશાહી મજબૂત છે અને વિશ્વભરમાં તેનાં વખાણ થાય છે તે બંધારણનાં નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરજીની દીર્ઘદર્ષ્ટિને આભારી છે. બંધારણ એ ખાલી કાયદાઓની કલમોનો સંગ્રહ નથી પરંતુ એક ઉત્તમ જીવન માટેનાં શાશ્વત મૂલ્યો પણ ધરાવે છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનને વાગોળતા જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકર એક વિચક્ષણ રાજપુરૂષ, કાયદાશાસ્ત્રી, ચિંતક-લેખક, અર્થશાસ્ત્રી હતા અને એ દરેક ક્ષેત્રમાં એમનું પ્રદાન અવિસ્મરણીય રહ્યુ છે. દેશનાં નાગરિકોને કાયદાનું શાસન મળે, દેશનો દરેક નાગરિક સુખી, સમૃદ્ધ બને અને તેને વિકાસ સાધવા સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવાનો બાબાસાહેબનો સંકલ્પ હતો, જે તેમણે ભારતનાં બંધારણનાં નિર્માણ થકી પૂર્ણ કર્યો. ડો. આંબેડકરનાં વંચિતોનો વિકાસ કરવાનાં સંકલ્પને પૂર્ણ કરવા સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબની પ્રતિમાને મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોનાં હસ્તે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર દૂધરેજ - વઢવાણ નગરપાલિકા દ્વારા ધોળીપોળ પુલ પાસે આવેલ સર્કલનું સમારકામ કરી આ નવનિર્મિત સર્કલને 'ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ' નામ આપવામાં આવ્યું છે, જેનું મહાનુભાવોના વરદ હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્ર આચાર્ય, યોગીનાથજી બાપુ, અગ્રણીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુશ્રી વર્ષાબેન દોશી સહિતના મહાનુભાવો સહિત લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra Thar Roxx ब्लैक एंड वाइट में होगी लॉन्च, वेंटिलेटेड सीट्स के साथ मिलेंगे कई फीचर्स
Mahindra Thar Roxx 15 अगस्त को लॉन्च होने जा रही है। लॉन्च से पहले इसका एक और टीजर सामने आया है।...
પેટ કરાવે વેઠ આ વિડીયો મનુષ્ય ના જીવન ધણુ શિખવી જાય
પેટ કરાવે વેઠ આ વિડીયો મનુષ્ય ના જીવન ધણુ શિખવી જાય
ধেমাজি ৰ চিচিবৰগাৱত আম আদমী পাৰ্টিৰ সমিতি গঠন, সজাগতা মূলক সভা ও যোগদান কাৰ্যসূচী
ধেমাজি ৰ চিচিবৰগাৱত আম আদমী পাৰ্টিৰ সমিতি গঠন, সজাগতা মূলক সভা ও যোগদান কাৰ্যসূচী
ধেমাজি...
टी20 विश्व चैंपियन ऑस्ट्रेलिया ने भारत को रोमचांक मुकाबले में 9 रनों से हरा दिया
कॉमनवेल्थ गेम्स 2022 में महिला क्रिकेट के पहले चैंपियन का फैसला हो गया है. एजबेस्टन में रविवार को...
Asian Games : इस बार 100 पर का नारा हुआ सच, 10 अक्टूबर को खिलाड़ियों से मिलेंगे PM | Sports LIVE
Asian Games : इस बार 100 पर का नारा हुआ सच, 10 अक्टूबर को खिलाड़ियों से मिलेंगे PM | Sports LIVE