પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ઘર આંગણે લોક કરી મુકેલ બાઈકની રાત્રિ દરમિયાન ઉઠાંતરી
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે કડિયા કામ કરતા ઈસમના ઘર આંગણે લોક કરી મુકેલ બાઇકની રાત્રી દરમિયાન ઉઠાંતરી થઈ જતા કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ચાકરીયા ફળિયામાં રહેતા સુનિલભાઈ રઘુભાઈ બારીયા પોતાની બાઇક જી.જે.-૩૪-કે-૫૫૬૯ લઈને પાવીજેતપુર મુકામે કડિયા કામ અર્થે ગયા હોય, ૧૧ એપ્રિલના સાંજના સમયે પોતાની બાઈક પોતાના ઘરના આંગણામાં પાવીજેતપુર થી આવી સ્ટેરીંગ લોક કરીને મુકેલ હતી રાત્રિના જમી પરવારીને કુટુંબ સાથે તેઓ સૂઈ ગયા હતા. ૧૨ એપ્રિલના રોજ સવારના આશરે ૬ વાગ્યે ઊઠીને જોતા તેઓની મોટરસાયકલ ગાયબ થઈ ગઈ હતી. તાત્કાલિક બૂમાબૂમ કરી આજુબાજુ તપાસ કરી હતી તેમજ પોતાના મિત્રોની મદદથી આજુબાજુના ગામડાઓમાં પણ શોધખોળ કરવામાં આવી હતી. પોતાની બાઈકના કોઈ સમાચાર ન મળતા ૪૦,૦૦૦/- કિંમતની બાઈક ચોરાયાની સુનિલભાઈ બારીયાએ કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે કદવાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આમ, પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે કડિયા કામ કરતા ઈસમના ઘર આંગણે મૂકે સ્ટેરીંગ લોક કરેલ બાઈકની ઉઠાંતરી થઈ જવા પામી છે.