જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક ટ્રક અને ફોરવ્હીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

વાંઢ ગામના એસ.આર. પેટ્રોલ નજીક અકસ્માતની ધટના બનવા પામી હતી. આ ધટનાની જાણ થતા જાફરાબાદ પોલીસ તેમજ 108 ધટના સ્થળે પહોંચી હતી.

અકસ્માતમા મહીપતભાઈ ગોહિલ ઉં. વ.૩૯, તેમજ તેમના પુત્ર ધરમશીભાઈ ગોહિલ ઉં. વ.૧૮, રે. બન્ને મૂળગામ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડીગામ ના અને હાલમાં . રાજુલામાં રહેતા બન્ને વ્યક્તિ એટલે કે પિતા પુત્ર ના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.

બનાવના સ્થળે લોકોના ટોળે-ટોળા એકઠા થયા અને ભારે જહેમત બાદ ફોરવ્હીલમાથી બન્ને લોકોને બહાર કાઢવામા આવ્યા હતા.

ઉલ્લેખનિય એ છે કે, ફોરવ્હીલ કાર રાજુલા તરફ જઈ રહી હતી તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમા કારનો ભુક્કો થઈ ગયો હતો. જાફરાબાદ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે......

રીપોર્ટર:-ભરતભાઈ ખુમાણ અમરેલી.