ગુજરાત નું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે માં ભગવતી મેલડી માતાજી નું સુંદર મંદિર આવેલ છે. અહીં ગુજરાત તથા ગુજરાત બહાર ના અનેક શ્રધ્ધાળુઓ માઇ ભક્તો દર્શન અને મન્નત માટે મોટી સંખ્યામાં દર રવિવારે આવે છે. જગદંબા સૌ ના મનવાંછિત કાર્ય કરી દુઃખ દૂર કરે છે.

           તાજેતરમાં તા.૧૩/૪/૨૩ ના રોજ બિપિન ભાઈ નારણ ભાઈ ગઢિયા પરિવાર દ્વારા મુક્તિધામ પરિસર માં મેલડી માતાજી નો નવરંગો માંડવો અને સાંજ ના મહાપ્રસાદ તથા રાત્રી ના ભવ્ય ડાકડમરું નો સુંદર કાર્યકમ યોજાયો.

     આ કાર્યક્રમ પ્રસંગે બોટાદ ના યુવા ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા , મુક્તિધામ ના પ્રણેતા ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , મુક્તિધામ ના ભુવા મકા ભાઈ , લાંબડીયા ધાર ખોડિયાર મંદિર ના સંત કાળુ બાપુ , બોટાદ કબીર મંદિર ના બાપુ ,રાજયકીય આગેવાનો રતીભાઈ , મેઘજીભાઈ તથા શહેર તથા બહારગામ ના ભુવાશ્રીઓ ,પત્રકારશ્રીઓ ,બોટાદ તથા બહાર ગામ ના માઇ ભક્તો મોટી સંખ્યા માં ઉમટી પડેલ.ડાકડમરું કાર્યક્રમ યુ ટ્યૂબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.

    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા એ મુક્તિધામ ના વિકાસ માટે ₹ પાંચ લાખ ની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરેલ.

Dharmendra lathigara Botad