ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “ e-FIR “ ની સુવિધાનો પ્રારંભ કરવામા આવેલ હોય.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકાર ની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામા આવતી ” e-FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરેલ હોય.
જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓએ અમરેલી જિલ્લામાં “ e-FIR ” થી દાખલ .. થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય.
જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ નાઓની સુચના મુજબ સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય,
અને તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ અમરેલી હનુમાનપરા પાઠક સ્કુલ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમા પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમા ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) અમરેલી સટી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૭૩/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન વીવો કંપનીનો 1335 મોડેલ નો કી.રૂ.૧૫,૦૦૦/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રાજુભાઇ બળદેવભાઇ અમરચોળી ઉ.વ.૨૬,ધંધો.મજુરી, રહે.અમરેલી,હનુમાનપરા ગુણાતીત નગર, તા.જી.અમરેલી.
આ કામગીરીમાં
સીટી પો.સ્ટે સર્વેલ્સ ટીમના હેડ કોન્સ દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ જગદીરાભાઇ સાર્દુળભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા રાજેન્દ્રભાઇ દકુભાઇ તથા અશોકસિંહ ઘેલાભાઇ તથા તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.