અમરેલી જીલ્લાના બાબરા તેમજ આજુબાજુના વિસ્તારમાથી ગૌવંશ તેમજ ભેસની ચોરી કરી કતલ કરવાના ઇરાદે વાહનમા ભરી લઇ જતી ગેંગને ઝડપી પાડી. તેમની પાસેથી ત્રણ પશુઓનો જીવ બચાવી લઇ પશુઓ તેમજ વાહન મળી કુલ રૂ.૪,૮૫,૦૦૦ નો મુદામાલ જમા લઇ, બાબરા પોસ્ટેનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ગૌવંશ તેમજ ભેસોની ચોરી તેમજ કતલ કરતી ગેંગનો પર્દાફાસ કરતી બાબરા પોલીસ ટીમ.
અમરેલી જિલ્લામાં ગોવંશ તેમજ પશુઓની કતલ કરવાના ઇરાદે થતી ગેરકાયદેસર હેરફેર અન્વયે બાબરા તાલુકાના વાંડળીયા ગામની સીમમાં ગઇ તા.૦૯-૧૦/૦૪/૨૦૨૩ ના રાત્રીના કોઇપણ સમયે આ કામના ફરીયાદીની વાંડળીયા ગામની સીમમા આવેલ વાડી ખેતરે બાંધેલ ભેંસ નંગ-૦૧ તથા સાહેદ ની વાડીએ બાંધેલ ભેંસ નંગ-૦૨ એમ કુલ ભેંસ જીવ નંગ-૦૩ ની કિ.રૂ.૧,૮૫,૦૦૦/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી,
લઇ ગયા બાબતે બાબરા પોલીસ સ્ટેશન A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૫૬/૨૦૨૩ IPC કલમ-૩૮૦,૪૫૭ મુજબનો ગુન્હો. રજી થયેલ હોય, અને ગુન્હો અનડીટેકટ હોય,
જેથી બાબરા પોલીસ સ્ટેશનના પ્રો.ડી.વાય.એસ.પી સી.બી.સોલંકી તેમજ પો.ઇન્સ. આર.ડી.ચૌધરી નાઓની સુચના અને માર્ગદર્શનથી આ કામે બાબરા સર્વેલન્સ ટીમનો સ્ટાફ અલગ અલગ રોડ ઉપરના સી.સી.ટી.વી. મારફતે તથા અંગત બાતમીદારો મારફતે તપાસ કરતા
આ ગુન્હાના કામે ચોરાયેલ મુદામાલ ભેંસ જીવ નગ-૦૩ ભરેલ ભાર વાહક વાહન ચીતલથી જુનાગઢ જવા નીકળેલ હોવાની ચોકકસ બાતમી આધારે બાબરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ તથા બાબરા પોલીસ સ્ટેશન ટીમ ચીતલથી જુનાગઢ તરફ જતા માર્ગ બાબરા પોલીસ સ્ટેશનના વાવડી-દેવળીયા ગામ વચ્ચે રોડ ઉપર વોંચમા રહેતા,
હકીકત મુજબનું એક ભારવાહક ફોરવ્હીલર ISUZU કંપનીનું વાહન આવતા તેને રોકી ચેક કરતા જેના આગળના ભાગે નંબર પ્લેટ ઉપર ગારો (માટી) લગાડેલ જોવામા આવેલ જેના રજી.નંબર જોતા જી.જે.૩ર ટી,૨૧૦૧ નો હોય જેની માલીકે બાબતે પોકેટકોપમા સર્ચ કરેલ તેમજ વાહનના પાછળના ભાગે ડાલામા જોતા ભેંસ જીવ નંગ-૦૩ બાંધેલ હોય,
જેથી વાહનમા બેસેલ ત્રણેય ઇસમોને અલગ અલગ પુછપરછ કરતા ત્રણેય એકબીજા ઉપર આક્ષેપ કરતા વાંડળીયા ગામની સીમમાંથી ચોરી કર્યાની કબુલાત કરતા હોય,
અને આ ગુન્હામા ઉપયોગમા લીધેલ ISUZU કંપનીનું વાહન જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ભેંસ જીવ નંગ- ૦૩ જેની કુલ કિ.રૂ.૧,૮૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૮૫,૦૦૦/- ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી અનડીકેકટ ગુન્હો ડીટેકટ કરી બાબરા પોલીસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) મોહસીન હાજીભાઇ બાવનકા ઉ.વ.૩૦, ધંધો. ડ્રાઇવિંગ રહે. ચીતલ, કાલવાચોક, તા.-જી.અમરેલી.
(૨) સાજીદભાઇ ઓસમાનભાઇ લાખાણી ઉ.વ. ૩૭, ધંધો. ઓટો રીક્ષા ડ્રાઇવર, રહે. જેતપુર, નવાગઢ, ખાટકીવાડ, મસ્જીદ પાસે, જી. રાજકોટ,
(૩) મોહસીન ઉસ્માનભાઇ કાલવા, ઉ.વ.૩૦, ધંધો. મજુરી, રહે. ચીતલ, કાળવાચોક, તા-જી.અમેલીવાળા
ગુન્હામાં પકડવાના બાકી આરોપીની વિગત-
(૧) ઇરફાન ઇસ્માઇભાઇ કાલવા રહે. ચીતલ, કાલવાચોક, તા.જી. અમરેલી,
આરોપીઓના ગુન્હાહીત ઇતિહાસની વિગત :
(૧) મોહસીન હાજીભાઇ બાવનકા ઉ.વ.૩૦, ધંધો. ડ્રાઇવિંગ રહે. ચીતલ, કાલવાચોક, તા.-જી. અમરેલીવાળો (i)-અમરેલી તાલુકા પો.સ્ટે. B-પાર્ટ ગુ.ર.નં.૦૦૬/૨૦૧૬ ગુજરાત પાશુ સંરક્ષણ અધિનીયમ ૧૯૫૪ ની કલમ ૫(૧) ૧(ક)(ઘ)(ચ)(ઝ)(2)(5)(ડ) મુજબ
(ii) અમરેલી તાલુકા પો.સ્ટે.B-પાર્ટ ગુ.ર.નં.૫૪૩/૨૦૨૦
(ર) મોહસીન ઉસ્માનભાઇ કાલવા, ઉ.વ.૩૦, ધંધો. મજુરી, રહે. ચીતલ, કાળવાચોક, તા-જી.અમરેલી
(1) અમરેલી તાલુકા પો.સ્ટે. સેકન્ડ પાર્ટ ગુ.ર.નં.- ૮૩/૨૦૧૫ પશુઓ પૂત્યેનો ઘાતકીયાપણુ અટકાવાનો અધિનિયમ - 11(E)(L)(b)
અમરેલી તાલુકા પો.સ્ટે.B-પાર્ટ ગુ.ર.નં.૭૯૬/૨૦૨૦
(૩) ઇરફાન ઇસ્માઇભાઇ કાલવા રહે. ચીતલ, કાલવા ચોક, તા.જી. અમરેલી.
(1) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૫ IPC કલમ ૪૨૯,૧૧૪
(!!) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૯૬/૨૦૨૦ IPC કલમ ૨૬૮,૨૯૫,૪૨૯,૧૪૪ પશુઓ પ્રત્યેનો ઘાતકીયપણુ અટકાવાનો અધિનિયમની કલમ ૧૧(૧)(એ), ૧૧(૧)(આઇ) મુજબ
ઉપરોક્ત કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પ્રો.ડી.વાય.એસ.પી સી.બી.સોલંકી તેમજ પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તેમજ બાબરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. હેરમા તથા પો.કોન્સ. મહાવીરસિંહ બી સિંધવ તથા પો.કોન્સ. રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા તથા પો.કોન્સ રામદેવસિંહ બી સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.