સિહોર પોલીસે બાઈક ચોરી મામલે સંજય ઉર્ફે ટકો મકવાણા ને શંકાસ્પદ ચોરીના બાઈક સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ દરમિયાન બાઇક ભાવનગર શહેરનું હોવાનું ખુલ્યું છે સિહોર શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક બાઈક ચોરને ઝડપી બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ નો સ્ટાફ પેટ્રોલીંગ માં હોય એ દરમ્યાન જીઆઇડીસી નં એક પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતે પસાર થતાં આ શખ્સને અટકાવી નામસરનામાં સાથે તેની પાસે રહેલ બાઈક ની આરસી બૂક લાઈસન્સ વગેરે દસ્તાવેજો તપાસ માટે માંગતા શખ્સએ પોતાનું નામ જણાવેલ જેમાં સંજય ઉર્ફે ટકો મકવાણા ઉ ર૩ રહે જીઆઇડીસી સાયન્સ મિલની પાછળ ટોડા ભડલી વસાહત સિહોરવાળા હોવાનું જણાવેલ હતું. આ શખ્સે પાસેથી બાઈક અંગે માલિકીનો કોઈ આધાર-પુરાવો કે સંતોષકારક જવાબ ન આપી શક્તા શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક ભાવનગર વાળાનું હોવાનું ખુલ્યુંછે હાલ પોલીસે રૂપિયા ૧૫ હજારની કિંમત નું બાઈક કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુતપાસ હાથ ધરી હતી