ને.હા નંબર 48 પર આવેલા ઉંભેળ ગામ નજીક આજે સાંજના સમયે ગોઝારી ઘટના બનવા પામી હતી.ઉંભેળ ગામ નજીક હાલમાં ચાલી રહેલી ઓવરબ્રીજની કામગીરી દરમ્યાન ઓવર બ્રીજ પર ફેરવવામાં આવી રહેલું રોલર બ્રીજ પરથી નીચે ખાબકતા તેના બે ટુકડા થઈ ગયા હતા જ્યારે રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના ઉંભેળ નજીક નવા બની રહેલા ઓવર બ્રીજની કામગીરી ચાલી રહી હતી. GJ10CE-9064 ના ચાલક અમીત કુમાર પ્રભાકર ભારતી ઓવર બ્રીજ કામગીરી દરમ્યાન રોલર પર કામગીરી કરી રહ્યો હતો.ઓવર બ્રીજ પર ચાલી રહેલી રોલર ફેરવવાની કામગીરી દરમ્યાન ચાલક અમીત પ્રભાકર ભારતીએ ગફલત ભરી રોલર ચલાવતા રોલર બ્રીજના બ્લોક સાથે અથડાતા બ્રીજની બ્લોક નીકળી ગયા જેથી બ્રીજ પરની માટી ધસી પડતાં ચાલક રોહિત સહિત રોલર બ્રીજ પરથી નીચેના સર્વિસ રોડ પર ખાબક્યું હતું.બ્રીજ પરથી ખાબકેલા રોલર નીચે ચાલક અમીતકુમાર પ્રભાકર ભારતી હાલ રહે.રૂમ નંબર કે/3 ગ્રીસ ફેકટરી વિજય નગર તા.પલસાણા જી.સુરતનું દબાઈ જતા તેને માથાના અને પગના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.સમગ્ર ઘટના અંગે ઓવર બ્રીજની કામગીરી કરતી એજન્સીના પ્રોજેક્ટ મેનેજર અને હાલ રહે.ફ્લેટ નંબર ઇ/403 સાઈ શ્રદ્ધા એપાર્ટમેન્ટ ઉંભેળ ખાતે રહેતા ફરાઝ આરીફ મશહુંદુલ અફાકે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.