બનાસકાંઠા..

 પાલનપુરના નવીન બસપોર્ટ ખાતે 70 નવીન બસોનું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ.

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા 70 સ્લીપર કોચ અને લકઝરી બસો મુસાફરો માટે કરાઈ રવાના..

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્લીપર કોચ અને લકઝરી બસોની મુસાફરોને અપાઈ ભેટ..

સરકાર દ્વારા 70 નવીન બસો ઉપર 21 કરોડ 36 લાખ રૂપિયાનો બસો ઉપર કરાયો ખર્ચ. 

લોકાર્પણ સમારોહમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી,બનાસકાંઠા સાંસદ પરબત પટેલ ,રાજ્યસભાના સંસદ દિનેશ અનાવાડીયા સહિત અનેક ધારાસભ્યો,એસટી નિગમના અધિકારીઓ ,કર્મચારીઓ અને લોકો રહ્યા ઉપસ્થિત..