અમરેલી જિલ્લાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે 

 અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે સૂચના અનુસાર અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પીપાવાવ મરીન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૨૦૩૮૫/૨૦૨૨, પ્રોહી. એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી)

મુજબના ગુનાનો આરોપી છેલ્લા સાત મહિનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ

 રાજુલા તાલુકાના વિસળીયા ગામ પાસેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

લાલજી મોહનભાઇ ગુજરીયા, ઉ.વ. ૨૫, રહે.ખેરા, તા.રાજુલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.