ડીસામાં તીક્ષ્ણ હથિયાર સાથે શખસ ઝડપાયો: ચપ્પુ સાથે યુવકની અટકાયત કરવામાં આવી; શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી

જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈ ફરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો ખોફ ફેલાવવા માટે આવા તીક્ષ્ણ હથિયારો લઇ ફરતા હોય છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ ડી.બી. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ જે.ડી. પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક શખ્સ તીક્ષ્ણ હથિયાર લઈ ફરતો હોવાની માહિતી મળી હતી.

જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને ઉભો રખાવી તેની તલાસી લેતા તેની પાસેથી તીક્ષ્ણ હથિયાર ચપ્પુ મળી આવ્યું હતું. જેથી પોલીસે મહેશ ઉર્ફે ટકો લુહાર નામના યુવકની અટકાયત કરી હતી. ચપ્પુ જપ્ત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.