ધાનેરાના જાડી ગામે પુરતા વોલ્ટેજ ના મળતાં ખેડુતોમાં આક્રોશ....
ધાનેરા તાલુકાના જાડી ગામે આવતા ફિડરના રેલ્વે નિચેથી પસાર થતા વાયરોમાં ફોલ્ટ થતાં એક ફિડરનો લોડ બીજાર ફિડર ઉપર નાંખવામાં આવતા તે ફિડર પણા બંધ થતાં ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને વિજ કંપનીની ઓફિસે ઉમટીને રજુઆતો કરી હતી.
ધાનેરા તાલુકાના જાડી ગામે જડીયાથી જાડી તરફ આવતા ગણેશ ફિડર નો રેલ્વે ટ્રેક નિચેથી પસાર થતો હોવાથી આ કેબલમાં ક્ષતી થતાં ફિડર બંધ થયુ હતુ જેના કારણે કેટલાય ખેડુતોને પાવર બંધ થવા પામતા વિજ કંપનીના અધિકારીઓ દ્વારા આ ફિડરને સિયા ગામેથી આવતા પુકાર ફિડર ઉપર લોડ નાંખ્યો હતો જેના કારણે પુકાર ફિડર ઓવર લોડ થતાં અવાર નવાર વાયરો ટુટ્વા તેમજ અન્ય સમસ્યાઓ ઉભી થવા પામી હતી અને પુકાર ફિડરના ખેડુતોને પણ લાઇટ મળાવાની બંધ થતાં તે ખેડુતો મંગળાવારે ધાનેરા વિજ પંપની ની ઓફિસ ખાતે રજુઆત કરવા માટે આવ્યા હતા અને જો તાત્કાલિક સોલ્યુસન નહી આવે તો વિજ કંપનીના પટાંગણ માં બેસી રહેવાની પણ ચિમકી આપે હતી અને લેખીતમાં વિજ કંપની ધાનેરા વિભાગ-૨ ના અધિકારીને લેખીત રહુઆતો કરતાં અધિકારી દ્વારા આ કામગીરી ૨૪ કલાકમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી જેથી ખેડુતો પોતાના ઘરે ગયા હતા. આ અંગે ખેડુત ભીખાભાઇ રબારીએ જણાવેલ કે બન્ને ફિડરના લોડ ભેગા કરવાના કારણે અમારી મોટરો ચાલતી પણ નથી અને કેટલાક ખેડુતોને મોટરો પણ બળી જવા પામી છે. જેના કારણે અમે રજુઆતો કરવા માટે આવ્યા છીએ અને બે દિવસમાં જો કામગીરી સંતોષ કારક કરી આપવામાં નહી આવે તો ખેડુતો વિજ કંપની ખાતે ધરણા કરવામાં આવશે.આ અંગે નાયબ ઇજનેર એલ.જી.રાઠોડે જણાવેલ કે, રેલ્વે નિચેથી પસાર થતાં કેબલ થોડા સમય અગાઉ રેલ્વે દ્વારા કામગીરી કરતાં તોડી નાંખવામાં આવેલ અને રીપેર કરવામાં આવેલ હતો પરંતુ ફરીથી તેમાં ક્ષતિ સર્જાતો આ સમસ્યા ઉભી થવા પામી છે. અને જે સમસ્યા છે તે ના નિવારણની કામગીરી ચાલી રહી છે માટે ૨૪ કલાકમાં આ કામગીરી પુર્ણ કરવામાં આવશે અને લાઇટ ફરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.