બનાસકાંઠા જિલ્લામાં શેરીમાં રહેતા બાળકોના પરિવારોને આવકના દાખલા અપાયા

           

જિલ્લા બાળ સુરક્ષા એકમ પાલનપુર દ્વારા બનાસકાંઠા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ શેરીમાં રહેતા બાળકોને સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા જન સેવા કેન્દ્રમાં મામલતદારશ્રી તથા પાલનપુર શહેર કસ્બા તલાટીશ્રીને મળી શેરીમાં રહેતા બાળકોના વાલીઓના આવકના દાખલા કઢાવવા માટે ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે તા.૫ એપ્રિલ-૨૦૨૩ ના રોજ શેરીમાં રહેતા કુલ- ૪૧ પરિવારોમાંથી ૩૨ પરિવારોને આવકના દાખલા કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવા ૩૨ પરિવારોને આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. આવા પરિવારોને સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહે તથા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઇ શકે તેમાટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી આવા બાળકોને સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમ બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.